હજુ તો આ શરૂઆત છે નિમિત્ત કોઈ પણ બને પણ પુલ, રસ્તા બિલ્ડીંગ વગેરે પડતા જ રહેશે.. નવા બનેલા બિલ્ડીંગોની ઉંમર હજુ 30 થઈ નથી પણ મરામત ને લાયક પણ નથી રહ્યા... તમારી આસપાસ કેટલાય નવા પૂલ આ વર્ષે બનતા હશે.. ખાસ તો ગામડાઓમાં કેમ કે ત્યાં પૂલ બનાવવા સહેલા છે કોઈ પૂછે જ નહીં કેટલો સામાન, કેટલું લોખંડ સિમેન્ટ વગેરે અને નવો નવો તો પડી પણ નહીં જાય બીજુ જ્યાં જરૂર નહીં હોય ત્યાં પૂલ નવો બનશે અને જ્યાં ખૂબ જ જરૂરી છે ત્યાં મરામત ના નામે ચલાવી લેવાશે.. આપણે પણ જ્યારે ઝડપથી કામ થઈ જાય ત્યારે તેને નવી ટેકનોલોજી માની ગર્વ અને વોટ બન્ને આપીએ છીએ પછી ઝડપની મજા મોતની સજાના ખેલ શરૂ થાય છે બીજાનો વાંક કાઢવામાં આપણે પાછા પડીએ તેવા નથી પણ વાસ્તવમાં આપણા બધાનું આચરણ પણ શુદ્ધ તો નથી આપણા જેવા સ્વાર્થી લોકો ના કારણે જ આવી ઘટનાઓ બનવા પામે છે.. "મારે એકલાને શું" ની સ્વાર્થી વિચારસરણી ભ્રષ્ટાચારીઓને ઈંધણ પૂરું પાડ્યું છે અને પાડશે જો જો.. હવે પાછું વળી શકાય તેમ લાગતું નથી.. આપણે બધા એ જ બદલાવું પડશે બાકી આપણે જેને વહીવટ માટે મોકલીએ છીએ તેમને નોલેજ કે હોશિયારી ના કારણે નહીં પણ ધર્મ,જાતિ,બોલકાપણા ને જોઈ ને મોકલીએ છીએ,
એક સારો શિક્ષક આદરણીય પૂજનીય જરૂર છે પણ શું તેમને ડોક્ટર બનાવાય?.. એક સારા આધ્યાત્મિક અને ધાર્મિક માણસને ગૂરૂ માની જીવનની પ્રેરણા મેળવાય પણ નેતા બનાવાય?. આપણે લાગણીઓ ના ભાવાવેશમાં સત્યનુ ગળું ઘુંટી દઈએ છીએ...