આજે તારીખ પાંચમી માર્ચ 2025 ના રોજ મારી રમાણા પ્રાથમિક શાળાની અંદર લગભગ 12 અને 35 મિનિટે હું રિસેસ પૂર્ણ કરી બાળકો રસ્તામાં આમતેમ ફરતા હોય તેમને વર્ગમાં બેસવા માટે સૂચના આપવા માટે નીકળ્યો થોડીક દૂર ગયો ત્યાં એક બાળક જોયું મેં કહ્યું ભાઈ રિસેસ પૂર્ણ થઈ ગઈ છે તમે તમારા વર્ગમાં જઈને બેસો તો સામેથી જવાબ આપ્યો સાહેબ હું આજે શાળામાં આવ્યો નથી મેં કહ્યું કેમ ભાઈ શાળામાં કેમ નથી આવ્યા સામેથી જવાબ મળ્યો સાહેબ સવારે મહેમાન આવ્યા હતા અને ઘરે કોઈ ન હતું માટે ઘરે રોકાયો છું મેં કહ્યું જો ઘરેથી બધું પડવા રહી ગયું હોય તો આવી જાવ એને ના પાડી. મેં કહ્યું શા માટે નથી આવતો મધ્યાહન ભોજન જમવા માટે તો આવ મધ્યાન ભોજન જમીને નીકળી જજે સામેથી જવાબ આવ્યો કે સાહેબ જમી લીધું છે મેં કહ્યું જમવાનું કોણે બનાવ્યું (એના મમ્મીનું થોડા સમય પહેલા અવસાન થયેલું હતું તે હું જાણતો હતો અને ઘરમાં કોઈ મહિલા હતી નહીં પિતા એ તમામ જમીન જાયદાથ વેચી મારી છે અને દારૂના નશાના કારણે એ છૂટક મજૂરીએ સવારથી જતા રહે છે એ હું જાણતો હતો) સામેથી જવાબ આવ્યો જમવાનું મેં બનાવ્યું છે મેં ફરી પૂછું જમવાનું કોણે બનાવ્યુ તો ફરી એ જ જવાબ મળ્યો સાહેબ જમવાનું મેં બનાવ્યું છે થોડા સમય માટે મારી તમામ ક્રિયાઓ અટકી ગઈ હોય અને હું આ બાળક સામે તાકી રહ્યો ત્યારબાદ થોડા સમય પછી સ્વસ્થ થઈ અને બોલ્યો તો પછી બેટા એક કામ કરો હાલ તારે જ્યાં જવા નીકળ્યો છે ત્યાં જઈ આવ પણ બરાબર એક અને 50 વાગ્યે આવી જજે અને મધ્યાહન ભોજન જમી અને પછી પાછો જતો રહેજે , બાળક સારું કહીને નીકળી ગયો હું પણ શાળાએ પરત આવી ગયો બપોરના મધ્યાન ભોજન સમયે મને એ બાળક યાદ ન આપ્યું કે બાળકમ મધ્યાહન ભોજન જમવા આવ્યો હશે કે નહીં કામની વ્યસ્તતાના કારણે હું એ તરફ ધ્યાન ન આપી શક્યો પરંતુ ચાર વાગ્યા ત્યારે એક વાલી કોઈ બાળક સાથે ઝઘડતા હોય અને અમારી શાળાના એક બેનશ્રી એમની વાત સાથે એમની સાથે કોઈ વાત કરતા હોય એવું જાણ્યું અને જાણતા જ હું મારી ઓફિસમાંથી એ તરફ ગયો તો ત્યાં એ બાળક કે જે મેં સવારે જોયું હતું તેના પિતા કોઈ ક સાથે ઝઘડતા હોય એવું જાણ્યું મને એવું થયું કે કદાચ એમના બાળક સાથે કોઈ અન્ય બાળક ઝઘડ્યું હશે અને એની ફરિયાદ લઈને આવ્યા હશે થોડીવાર પછી જોયું તું એમનું પોતાનું જ બાળક કે જે મને સવારે મળેલું એ બાળક જ રડતા રડતા વાત કરી રહ્યું હતું કે બેન સવારે મને લાકડા પણ નથી લઈ આપતા રસોઈ પણ મારે બનાવવાની અને ઘરે કોઈ ન હોય અને ઘરે રોકાયો હોવું અને જો એમનું કોઈ બીજું કામ ન થાય તો એ મને ખૂબ મારે છે અને આજે એ શાળાએ કેમ નથી ગયો? એમ કરી અને ફરી પાછા અહીં મારે છે આ આખું ચિત્ર એટલું નાટ્રીયાત્તેમક રીતે આગળ વધી ગયું કે હું એ વાલીને પણ કશું પૂછી શક્યો નહીં પણ અમારા શાળાના સેવક જેવા રમેશકાકાએ વિગતે વાત કરી ત્યારે ખ્યાલ આવ્યો કે આ બાળક જ રસોઈ બનાવે છે અને બાળક જાતે એનું નાનું ભાઈ અને બંને જમીન આવે છે એ પણ જો કંઈ હોય તો બાકી રામ જાણે કે જમે છે કે કેમ આ એક સામાન્ય દાખલો છે આવા તો કેટલાય સાગર જેવા બાળકો આપણા સમાજમાં પીડાતા હશે કેટલાય વાલીઓ આ રીતે સાચા શિક્ષણના અભાવે બાળકોની પીડતા હશે આપણે વિશ્વ ગુરુની વાત કરીએ છીએ શાળાની સાચી વિભાવના અને સમાજમાં કેટલી સમસ્યાઓ પડી છે જો કોઈને પડી હોય કે આમાંથી કોઈ રસ્તો કાઢી શકાય તો જણાવશો હું નિઃશબ્દ છું