આજની તારીખે માનવી સૌ પીંજરે પુરાયાનું મહેસૂસ કરી રહ્યા છે, એક શ્વાસ ના પણ ફાંફા પડી રહ્યા છે ત્યારે પાછા વળીને જોઈએ છીએ તો માનવીની ઉત્ક્રાંતિ થી લઈ આજ સુધી તેને જે પ્રગતિ કરી તે ખરેખર પ્રગતિ છે કે વિનાશ ? મુલવણી માનવે માનવે જુદી જુદી હશે, પૈડાની શોધથી લઈ મંગળ સુધીની યાત્રામા તે કેટલુ મેળવ્યુ ને કેટલુ ગુમાવ્યુ તનો નજરિયો આજે કાલ કરતા બદલાઈ ગયો છે, માનવીની પ્રગતિ ની યાત્રાનો એક દાખલો મને બતાવો જેમા પંખી થી પર્વત અને પ્રકૃતિ થી લઈ પ્રાણી ને ખલેલ પહોચાડ્યા વિના તેનો વિકાસ થયો હોય? શહેર બનાવવા માટે વનો સાથે વેર બાધ્યુ, ખેતી માટે જંગલ નો ભોગ, રસ્તાઓ માટે એકલા વૃક્ષો જ નહીં પણ રસ્તા ઉપર રોજે રોજ કેટલાય નિર્દોષ પ્રાણીઓ નો ભોગ આજે પણ લઈ રહ્યા છીએ અરે ગઈ કાલ સુધી વિકાસ ની આ ઝડપ થોડી વારુમા હતી પણ હવે તો આ ઝડપની હરણફાળ મા ભૂરાયો થયેલો માનવી સાધનના નીચે ચગદાઈ ગયેલા કુતરા,બિલાડા જેવા પ્રાણીઓના નિષઃપ્રાણ શરીર ને રસ્તાની બાજુમા મુકવાનો પણ સમય ક્યાંથી લાવે? અને આજે આ જ પ્રાણીઓ નો અભિશાપ માનવીને સ્મશાન મા લાઈને લગાડી રહ્યો છે,તેના અર્ધ બળેલા શરીરના અવશેષ ને એ જ પ્રાણીઓના વારસો ખાઈ રહ્યા છે.આને વિકાસ કહીશું?અરે આપણે આ પ્રકૃતિ રૂપી જગતનો એક તસુભાર જેટલો અંશ છીએ , આ જ પ્રકૃતિએ ડાયનાસોર ની આખી જાતિ ને નેસ્તો નાબૂદ કરી નાખી હતી ત્યા તારી શુ વિસાત? આપણે તર્ક અને દલીલોથી દેશ વિદેશની આ ગાંડી યાત્રાને વિકાસ કહી આપણી પોતાની પીઠને થાબડી જરૂર શકીએ પણ વાસ્તવિકતા તો એ જ છે કે આપણે પ્રકૃતિનું સંતુલન બગાડી રહ્યા છીએ. આપણી જરૂરિયાત વારા પ્રાણીઓને કોરોન્ટાઈન કરી(તબેલામા પૂરી) તેમનુ શોષણ કરવામા કાઈ બાકી રાખ્યુ નથી, તેમના બચ્ચાઓ માટેનુ બધુ દૂધ આપણે ગટગટાવી ગયા અને બાકીનું મંદિરમા ચડાવ્યું . માનવી સિવાય જવલ્લેજ કોઈ પ્રાણી બીજા પ્રાણીના દૂધનુ સેવન કરતુ હશે. દૂધની ડેરીઓ ઉભરાય છે પશુઓના બચ્ચાના ભોગે... વાહ વિકાસ... જરૂર એજ્યુકેટેડ વ્યક્તિઓ ને આ વાતો હાસી પાત્ર લાગેશે, તો ભલે લાગતી. એકવાર દૂધ મંડળી ની મિટિંગ મા સાબરડેરી ના એમ.ડી. એ પશુપાલકોને નફો કરાવવા માટે ઘરડા પશુઓ અને બીન જરૂરી પશુઓ ને કતલખાને મોકલી એકમ દીઠ ઉત્પાદન વધારવાની સુચનાઓ આપી ... ગામડાના પ્રકૃતિમય અખંડિત વ્યક્તિઓ ને ભણેલા એજ્યુકેટેડ ખંડિત ઈસમોએ અપ્રાકૃતિક બનાવવાની રીત ને વિકાસ કહેતા હોય તો ... તે તદ્દન ભૂલ છે..ડુંગર ખોદી શહેર બનાવ્યા કારણ કે તાર્કિક રીતે ડુંગર નકામા લાગે છે જો તેને સમથર બનાવી જમીન ને ઉપયોગ મા લેવાય તો માનવી નો વિકાસ બેવડાય! ભાઈ! આ પ્રકૃતિએ ડુંગર નકામા બનાવ્યા હશે? હવે તો વિચાર હે માનવ આજે તો તુ કોરોના ના માથે આરોપ મૂકી છટકી જઈશ પણ કાલે બીજી કોઈ આપત્તિ નહી આવે તેની શી ખાતરી?પ્રકૃતિની નિકટ રહેતો માનવી આજે પણ સુરક્ષિત છે પછી તે આપણો આદિવાસી હોય કે આફ્રિકાના જંગલ મા રહેતો જંગલી...ત્રીજા વિશ્ર્વયુદ્ધ નો ડર ના રાખતા ... તેની જરૂર ના પણ પડે.
આભાર...