Friday, 9 January 2026

સામાજિક પરિવર્તન ની દિશા અને દશા

 સામાજિક પરિવર્તન માટે પ્રત્યેક વ્યક્તિ પ્રત્યેક નાગરિક ચાહે વિદ્યાર્થી હોય શિક્ષક હોય નેતા હોય બેકાળ હોય કે કોઈપણ હોય દરેકને સામાજિક પરિવર્તન લાવવું ગમે જ છે પરંતુ સામાજિક પરિવર્તન લાવવા માટે ના રસ્તા દરેકના જુદા જુદા છે અને એમાં પણ આપણો દેશ એટલે લોકશાહી વારોથી તમામના અભિપ્રાયો જરૂરી છે .. લેવા પણ જોઈએ એમાંથી સારા લાગતા અભિપ્રાય મુજબ દિશા નક્કી કરવી જોઈએ અને આ રીતે આપણો દેશ આગળ વધે તો સામાજિક પરિવર્તન અને એના થકી તમામ આયામોની અંદર પરિવર્તન ચોક્કસ દેખાઈ શકે છે અને દેખાતું આવ્યું પણ છે પરંતુ કેટલાક ભયસ્થાનો થોડાક સમયથી જોવા મળી રહ્યા છે જેમાં સામાજિક પરિવર્તન માટે યોગ્ય દિશા પસંદ થઈ ન હોય એવું લાગી રહ્યું છે કદાચ આ બાબતે હું ખોટો પણ હોઈ શકું પરંતુ એ વાત તો નિર્વિવાદ છે કે સામાજિક પરિવર્તન જોઈએ એટલું થયું નથી એટલે કે એના માટે દેશે આપેલો ભોગ અને એના માટે ચુકવે કિંમત મુજબનું પરિવર્તન આપણને જોવા મળતું નથી અને આના પાછળનું જો કોઈ કારણ હોય તો તે છે એ દિશા માટે પસંદ કરી લો રસ્તો...હું એમ કહેવા નથી માગતો કે કોઈએ પરિવર્તન ન લાવવા માટે મહેનત કરી છે પરંતુ એનો રસ્તો ખોટો છે દાખલા તરીકે આજે એક હોડ જામી છે.... જેમાં સ્વચ્છતા હોય તો પણ શાળાઓ પ્રાથમિક શાળાઓ થતી શરૂઆત કરો નવીન વિચાર હોય તોપણ શાળામાંથી જ શરૂઆત કરીએ ચૂંટણી કાર્ડ વસ્તી ગણતરી વાલી સંપર્ક બાળકનું શાળાએ ન આવવું બાળક વારંવાર બીમાર થવું કુપોષણ કુટેવો વગેરે બાબતો માટે જ્યાં નસ પકડવાની છે તે પકડાતી નથી અને એના કારણે આજે આપણે જોઈએ તો ભૂખ્યા માણસને જમાડવા માટે બધા જ તૈયાર છે ઘણા બધા તૈયાર છે પરંતુ એ ભોજન પેદા કરી શકે એટલો સક્ષમ બનાવવા માટે કોણ તૈયાર છે??  સ્વચ્છતા માટે ઉપદેશ આપવા બધા તૈયાર છે પરંતુ એને ઉદાહરણય રીતે અને સ્વચ્છતા ની ભૂખ જગાડવા માટે શું કરી શકાય એ બાબત વિચારણાથી બહાર છે આજે એક વાલી જો સરકારી શાળામાં બાળકને ભણાવે છે તો તે પોતાના હકો પ્રત્યે જાગૃત છે અને એ જ બાળક ખાનગી શાળામાં ભણતું હોય તેના ફરજો પ્રત્યે સભાન છે બંને એકબીજાની સામેના છેડા જણાય છે હું એવું માનું છું કે પ્રત્યેક વ્યક્તિ સામાજિક ન્યાયની દ્રષ્ટિએ સમાન હોવો પણ જોઈએ અને આજે કોઈ પણ વ્યક્તિ એવો ન જ હોય કે જેને બે ટંક જમી શકે એટલું પેદા પણ ન કરે અપવાદરૂપ ઘટનાઓને બાદ કરતાં આ સત્ય પણ છે પરંતુ યોગ્ય આદતો અને આયોજનના અભાવે ગામડાના કેટલાય પરિવારો અસ્તવ્યસ્ત અવસ્થામાં જીવી રહ્યા છે અને એમના બાળકો પણ શાળામાં ભૂખ્યા પણ જતા હશે વગર કપડે પણ જતા હશે અને ખાલી જવા ખાતર જતા હશે, આ માટે જો પ્રયત્ન કરવો હોય તો કેવળ શાળા નહીં પરંતુ સમાજ અને સરકારની અન્ય સંસ્થાઓ અને વિભાગો દ્વારા પણ સાચા અર્થમાં પ્રયત્ન થવો જોઈએ હવે તો અન્ય વિભાગો પણ છેલ્લે તો સરકારી શાળાના કર્મચારીઓને જ શિક્ષક મટાવી અને સરકારી કામ કરનારો એક કર્મચારી બનાવી બેઠા છે આવું ઘણા સમયથી થાય ત્યારે શિક્ષકની અંદર પણ વિચાર પરિવર્તન આવે છે આજે ઘણી જગ્યાએ જોઈએ તો શાળામાં શિક્ષકો બાળકોને ભણાવવા કરતા એની સ્વચ્છતા એના આરોગ્ય એના જમવા એની સામાજિક સમસ્યાઓ વિશે ચર્ચા કરતા જોવા મળે છે આ સહ્તારદયતાની બાબત છે પરંતુ એ વિષય એમનો  નથી એમને તો બાળકને શિક્ષણ અને સંસ્કાર આપવાના છે પરંતુ જ્યારે સમાજ અને સરકાર એમની પાસેથી એ જ પ્રકારના કામો લાંબા સમયથી લે ત્યારે એમના વિચારો એ દિશામાં જાય એ તદ્દન સાહજીક બાબત છે ગામની અંદર નુક્કડ નાટકો અને આઇડિયલ પરિવારો દ્વારા સામાજિક પરિવર્તનની જવાબદારી સ્વીકારી અને ખેતી અને મજૂરી માંથી મળતી આવકનું યોગ્ય વ્યવસ્થાપન થાય પરિવારોની અંદર યોગ્ય આદતો કેળવાય અને કેટલો અને કેવા પ્રકારનો ખર્ચો ક્યારે કરવું તે પ્રકારનું ચોક્કસ આયોજન લાંબા ગાળા માટે થાય અને એનું મોનિટરિંગ પણ થાય રોજેરોજ એમના પ્રશ્નોના નિરાકરણ થાય અને એ રીતે જો આપણે પરિવર્તન લાવવા માગીએ તો હું એવું માનું છું કે રોજેરોજ છૂટક મજૂરી કરનાર વ્યક્તિ પણ એક સારો ભારતનું નાગરિક બની શકે છે એના બાળકો તંદુરસ્ત સ્વચ્છ કુપોષણથી દુર અને સુ શિક્ષિત બનવા માટે નીતમામ તકો મેળવી શકે છે અને ત્યારબાદ શાળાઓ અને શિક્ષકો એમને બળવત્તર બનાવી શકે છે એમાં કોઈ શંકાને સ્થાન નથી પરંતુ આજે બાળકોને બળવત્તર અને કુપોષણથી દૂર કરવા માટેના તમામ રસ્તાઓનું દ્વાર એક જ વાર શાળા છે અને તેથી પરિવર્તન જોઈએ તેટલું મળતું નથી સમાજ કલ્યાણ વિભાગ નું કામ શું નામથી જ આપણને ખબર પડશે કે સામાજિક પરિવર્તન લાવવું પરંતુ એ વિભાગ પાસે આપણે કરાવીએ છીએ શું શિષ્યવૃત્તિ અપાવી ગ્રાન્ટો અપાવી અને નાણાકીય ફાયદા આપણે કઈ રીતે પહોંચાડી શકીએ એ જ બાબતો આપણી એમની પાસેથી લઈએ છીએ પરંતુ આ વિભાગના હોશિયાર અને બાહોશ અધિકારીઓ નો ઉપયોગ કરી સમાજની અંદર ખરેખર પરિવર્તન કઈ રીતે લાવી શકાય એના માટે અન્ય કોઈ વિભાગ ના સહયોગ વિના એમનું પોતાનું કામ શું છે અને એ કામ એ કેવી રીતે કરશે કેટલા સમયમાં કરશે એ બાબતો આપી અને વિચારવી જોઈએ આજે દરેક વિભાગ પોતે કોઈ ગરીબને ઘરનું હપ્તો ચૂકવી અને સામાજિક પરિવર્તન લાવવાનું હાસકાળો મેળવી લેતું હોય છે નેતાઓ પણ આમાંથી બાકાત નથી ગામડામાં જ્યારે નેતા જાય ત્યારે રોડ રસ્તા મકાન ની ચિંતા કરી સારી બાબત છે પરંતુ અત્યારે ફક્ત લાભ આપવા માટે જ જાણી જતા હોય એવું દેખાય છે એમના જીવનમાં પરિવર્તન આવે છે કે નહીં એની કોઈ ચિંતા કરતું નથી અને છેલ્લે વાત એટલે પૂરી થઈ જાય છે કે અમે તો આપ્યું હતું પણ એનામાં ત્રેવડ નથી આ ત્રેવડ પેદા કરવાનું કામ કોણ કરશે? સરસ મજાનો હવાડો બનાવી મીઠું નાખી અને પાણી તૈયાર કરીએ તો દરેક પશુ પીવે એ સારી બાબત છે પરંતુ તરસ જો ન હોય તો પાણી કઈ રીતે પીવા છે આપણે તરસ પેદા કરવાનું ભૂલી ગયા છે આપણે પાણીની જગ્યાએ શરબત અને અન્ય પીણા આપી એમને લૂપ આવવાનું શરૂ કરી દીધું છે આ રીતે આપણો સમાજ આપણો દેશ શું આગળ વધી શકશે આપણે ગુલામીની નવી જંજીરો તરફ આગળ વધી રહ્યા છે આજે પ્રત્યેક વ્યક્તિ આ બાબત પર વિચાર કરવો જોઈએ

Wednesday, 9 July 2025

હજુ તો શરૂઆત છે....

 હજુ તો આ શરૂઆત છે નિમિત્ત કોઈ પણ બને પણ પુલ, રસ્તા બિલ્ડીંગ વગેરે પડતા જ રહેશે.. નવા બનેલા બિલ્ડીંગોની ઉંમર હજુ 30 થઈ નથી પણ મરામત ને લાયક પણ નથી રહ્યા... તમારી આસપાસ કેટલાય નવા પૂલ આ વર્ષે બનતા હશે.. ખાસ તો ગામડાઓમાં કેમ કે ત્યાં પૂલ બનાવવા સહેલા છે કોઈ પૂછે જ નહીં કેટલો સામાન, કેટલું લોખંડ સિમેન્ટ વગેરે અને નવો નવો તો પડી પણ નહીં જાય બીજુ જ્યાં જરૂર નહીં હોય ત્યાં પૂલ નવો બનશે અને જ્યાં ખૂબ જ જરૂરી છે ત્યાં મરામત ના નામે ચલાવી લેવાશે.. આપણે પણ જ્યારે ઝડપથી કામ થઈ જાય ત્યારે તેને નવી ટેકનોલોજી માની ગર્વ અને વોટ બન્ને આપીએ છીએ પછી ઝડપની મજા મોતની સજાના ખેલ શરૂ થાય છે બીજાનો વાંક કાઢવામાં આપણે પાછા પડીએ તેવા નથી પણ વાસ્તવમાં આપણા બધાનું આચરણ પણ શુદ્ધ તો નથી આપણા જેવા સ્વાર્થી લોકો ના કારણે જ આવી ઘટનાઓ બનવા પામે છે.. "મારે એકલાને શું" ની સ્વાર્થી વિચારસરણી ભ્રષ્ટાચારીઓને ઈંધણ પૂરું પાડ્યું છે અને પાડશે જો જો.. હવે પાછું વળી શકાય તેમ લાગતું નથી.. આપણે બધા એ જ બદલાવું પડશે બાકી આપણે જેને વહીવટ માટે મોકલીએ છીએ તેમને નોલેજ કે હોશિયારી ના કારણે નહીં પણ ધર્મ,જાતિ,બોલકાપણા ને જોઈ ને મોકલીએ છીએ, 

 એક સારો શિક્ષક આદરણીય પૂજનીય જરૂર છે પણ શું તેમને ડોક્ટર બનાવાય?.. એક સારા આધ્યાત્મિક અને ધાર્મિક માણસને ગૂરૂ માની જીવનની પ્રેરણા મેળવાય પણ નેતા બનાવાય?. આપણે લાગણીઓ ના ભાવાવેશમાં સત્યનુ ગળું ઘુંટી દઈએ છીએ...

Wednesday, 5 March 2025

એક અનોખો કિસ્સો

આજે તારીખ પાંચમી માર્ચ 2025 ના રોજ મારી રમાણા પ્રાથમિક શાળાની અંદર લગભગ 12 અને 35 મિનિટે હું રિસેસ પૂર્ણ કરી બાળકો રસ્તામાં આમતેમ ફરતા હોય તેમને વર્ગમાં બેસવા માટે સૂચના આપવા માટે નીકળ્યો થોડીક દૂર ગયો ત્યાં એક બાળક જોયું મેં કહ્યું ભાઈ રિસેસ પૂર્ણ થઈ ગઈ છે તમે તમારા વર્ગમાં જઈને બેસો તો સામેથી  જવાબ આપ્યો સાહેબ હું આજે શાળામાં આવ્યો નથી મેં કહ્યું કેમ ભાઈ શાળામાં કેમ નથી આવ્યા સામેથી જવાબ મળ્યો સાહેબ સવારે મહેમાન આવ્યા હતા અને ઘરે કોઈ ન હતું માટે ઘરે રોકાયો છું મેં કહ્યું જો ઘરેથી બધું પડવા રહી ગયું હોય તો આવી જાવ એને ના પાડી. મેં કહ્યું શા માટે નથી આવતો મધ્યાહન ભોજન જમવા માટે તો આવ મધ્યાન ભોજન જમીને  નીકળી જજે સામેથી જવાબ આવ્યો કે સાહેબ જમી લીધું છે મેં કહ્યું જમવાનું કોણે બનાવ્યું (એના મમ્મીનું થોડા સમય પહેલા અવસાન થયેલું હતું તે હું જાણતો હતો અને ઘરમાં કોઈ મહિલા હતી નહીં પિતા એ તમામ જમીન જાયદાથ વેચી મારી છે અને દારૂના નશાના કારણે એ છૂટક મજૂરીએ સવારથી જતા રહે છે એ હું જાણતો હતો) સામેથી જવાબ આવ્યો જમવાનું મેં બનાવ્યું છે મેં ફરી પૂછું જમવાનું કોણે બનાવ્યુ તો ફરી એ જ જવાબ મળ્યો સાહેબ જમવાનું મેં બનાવ્યું છે થોડા સમય માટે મારી તમામ ક્રિયાઓ અટકી ગઈ હોય અને હું આ બાળક સામે તાકી રહ્યો ત્યારબાદ થોડા સમય પછી સ્વસ્થ થઈ અને બોલ્યો તો પછી બેટા એક કામ કરો હાલ તારે જ્યાં જવા નીકળ્યો છે ત્યાં જઈ આવ પણ બરાબર એક અને 50 વાગ્યે આવી જજે અને મધ્યાહન ભોજન જમી અને પછી પાછો જતો રહેજે , બાળક સારું કહીને નીકળી ગયો હું પણ શાળાએ પરત આવી ગયો બપોરના મધ્યાન ભોજન સમયે મને એ બાળક યાદ ન આપ્યું કે બાળકમ મધ્યાહન ભોજન જમવા આવ્યો હશે કે નહીં કામની વ્યસ્તતાના કારણે હું એ તરફ ધ્યાન ન આપી શક્યો પરંતુ ચાર વાગ્યા ત્યારે એક વાલી કોઈ બાળક સાથે ઝઘડતા હોય અને અમારી શાળાના એક બેનશ્રી એમની વાત સાથે એમની સાથે કોઈ વાત કરતા હોય એવું જાણ્યું અને જાણતા જ હું મારી ઓફિસમાંથી એ તરફ ગયો તો ત્યાં એ બાળક કે જે મેં સવારે જોયું હતું તેના પિતા કોઈ ક સાથે ઝઘડતા હોય એવું જાણ્યું મને એવું થયું કે કદાચ એમના બાળક સાથે કોઈ અન્ય બાળક ઝઘડ્યું હશે અને એની ફરિયાદ લઈને આવ્યા હશે થોડીવાર પછી જોયું તું એમનું પોતાનું જ બાળક કે જે મને સવારે મળેલું એ બાળક જ રડતા રડતા વાત કરી રહ્યું હતું કે બેન સવારે મને લાકડા પણ નથી લઈ આપતા રસોઈ પણ મારે બનાવવાની અને ઘરે કોઈ ન હોય અને ઘરે રોકાયો હોવું અને જો એમનું કોઈ બીજું કામ ન થાય તો એ મને ખૂબ મારે છે અને આજે એ શાળાએ કેમ નથી ગયો? એમ કરી અને ફરી પાછા અહીં મારે છે આ આખું ચિત્ર એટલું નાટ્રીયાત્તેમક રીતે આગળ વધી ગયું કે હું એ વાલીને પણ કશું પૂછી  શક્યો નહીં પણ અમારા શાળાના સેવક જેવા રમેશકાકાએ વિગતે વાત કરી ત્યારે ખ્યાલ આવ્યો કે આ બાળક જ રસોઈ બનાવે છે અને બાળક જાતે એનું નાનું ભાઈ અને બંને જમીન આવે છે એ પણ જો કંઈ હોય તો બાકી રામ જાણે કે જમે છે કે કેમ આ એક સામાન્ય દાખલો છે આવા તો કેટલાય સાગર જેવા બાળકો આપણા સમાજમાં પીડાતા હશે કેટલાય વાલીઓ આ રીતે સાચા શિક્ષણના અભાવે બાળકોની પીડતા હશે આપણે વિશ્વ ગુરુની વાત કરીએ છીએ શાળાની સાચી વિભાવના અને સમાજમાં કેટલી સમસ્યાઓ પડી છે જો કોઈને પડી હોય કે આમાંથી કોઈ રસ્તો કાઢી શકાય તો જણાવશો હું નિઃશબ્દ છું

Sunday, 25 April 2021

માનવીનો વિકાસ કે પ્રકૃતિ નો વિનાશ

           આજની તારીખે માનવી સૌ પીંજરે પુરાયાનું મહેસૂસ કરી રહ્યા છે, એક શ્વાસ ના પણ ફાંફા પડી રહ્યા છે ત્યારે પાછા વળીને જોઈએ છીએ તો માનવીની ઉત્ક્રાંતિ થી લઈ આજ સુધી તેને જે પ્રગતિ કરી તે ખરેખર પ્રગતિ છે કે વિનાશ ?   મુલવણી માનવે માનવે જુદી જુદી હશે, પૈડાની શોધથી લઈ  મંગળ સુધીની યાત્રામા તે કેટલુ મેળવ્યુ ને કેટલુ ગુમાવ્યુ તનો નજરિયો આજે કાલ કરતા બદલાઈ ગયો છે, માનવીની પ્રગતિ ની યાત્રાનો એક દાખલો મને બતાવો જેમા પંખી થી પર્વત અને પ્રકૃતિ થી લઈ પ્રાણી ને ખલેલ  પહોચાડ્યા વિના તેનો વિકાસ થયો હોય? શહેર બનાવવા માટે વનો સાથે વેર બાધ્યુ, ખેતી માટે જંગલ નો ભોગ, રસ્તાઓ માટે એકલા વૃક્ષો જ નહીં પણ રસ્તા ઉપર રોજે રોજ કેટલાય નિર્દોષ પ્રાણીઓ નો ભોગ આજે પણ લઈ રહ્યા છીએ અરે ગઈ કાલ સુધી વિકાસ ની આ ઝડપ થોડી વારુમા હતી પણ હવે તો આ ઝડપની હરણફાળ મા ભૂરાયો થયેલો માનવી સાધનના નીચે ચગદાઈ ગયેલા કુતરા,બિલાડા જેવા પ્રાણીઓના  નિષઃપ્રાણ શરીર ને રસ્તાની બાજુમા મુકવાનો પણ સમય ક્યાંથી લાવે? અને આજે આ જ પ્રાણીઓ નો અભિશાપ માનવીને સ્મશાન મા લાઈને લગાડી રહ્યો છે,તેના અર્ધ બળેલા શરીરના અવશેષ ને એ જ પ્રાણીઓના વારસો ખાઈ રહ્યા છે.આને વિકાસ  કહીશું?
       અરે આપણે આ પ્રકૃતિ રૂપી જગતનો એક તસુભાર જેટલો અંશ છીએ , આ જ પ્રકૃતિએ ડાયનાસોર ની આખી જાતિ ને નેસ્તો નાબૂદ કરી નાખી હતી ત્યા તારી શુ વિસાત? આપણે તર્ક અને દલીલોથી દેશ વિદેશની આ ગાંડી યાત્રાને વિકાસ કહી આપણી પોતાની પીઠને થાબડી જરૂર શકીએ  પણ વાસ્તવિકતા તો એ જ છે કે આપણે પ્રકૃતિનું સંતુલન બગાડી રહ્યા છીએ. આપણી જરૂરિયાત વારા પ્રાણીઓને કોરોન્ટાઈન કરી(તબેલામા પૂરી) તેમનુ શોષણ કરવામા કાઈ બાકી રાખ્યુ નથી, તેમના બચ્ચાઓ માટેનુ બધુ દૂધ આપણે ગટગટાવી ગયા અને બાકીનું મંદિરમા ચડાવ્યું . માનવી સિવાય જવલ્લેજ કોઈ પ્રાણી બીજા પ્રાણીના દૂધનુ સેવન કરતુ હશે. દૂધની ડેરીઓ ઉભરાય છે પશુઓના બચ્ચાના ભોગે... વાહ  વિકાસ... જરૂર એજ્યુકેટેડ વ્યક્તિઓ ને આ વાતો હાસી પાત્ર લાગેશે, તો ભલે લાગતી. એકવાર દૂધ મંડળી ની મિટિંગ મા સાબરડેરી ના એમ.ડી. એ પશુપાલકોને નફો કરાવવા માટે ઘરડા પશુઓ અને બીન જરૂરી પશુઓ ને કતલખાને મોકલી એકમ દીઠ ઉત્પાદન વધારવાની સુચનાઓ આપી ... ગામડાના પ્રકૃતિમય અખંડિત વ્યક્તિઓ ને ભણેલા એજ્યુકેટેડ ખંડિત ઈસમોએ અપ્રાકૃતિક બનાવવાની રીત ને વિકાસ કહેતા હોય તો ... તે તદ્દન ભૂલ છે..
     ડુંગર ખોદી શહેર બનાવ્યા કારણ કે તાર્કિક રીતે ડુંગર નકામા લાગે છે જો તેને સમથર બનાવી જમીન ને ઉપયોગ મા લેવાય તો માનવી નો વિકાસ બેવડાય! ભાઈ! આ પ્રકૃતિએ ડુંગર નકામા બનાવ્યા હશે? હવે તો વિચાર હે માનવ આજે તો તુ કોરોના ના માથે આરોપ મૂકી છટકી જઈશ પણ કાલે બીજી કોઈ આપત્તિ નહી આવે તેની શી ખાતરી?
      પ્રકૃતિની નિકટ રહેતો માનવી આજે પણ સુરક્ષિત છે પછી તે આપણો આદિવાસી હોય કે આફ્રિકાના જંગલ મા રહેતો જંગલી...ત્રીજા વિશ્ર્વયુદ્ધ  નો ડર ના રાખતા ... તેની જરૂર ના પણ પડે.

              આભાર... 


Friday, 26 February 2021

જગદીપ મારો જિવન દીપ

 સફળતા નો પથ ક્યારેય એકલાથી નથી ખેડાતો, સાથી કે સહયાત્રી ની જરૂર પડે જ છે. ગરીબ તો નહોતો પણ વિશ્વાસ થી જરૂર કહી શકુ કે ધનવાન પણ નહોતો, પૈસાની બાબત મા. બી.એડ્.અડધુ થયુ અને પ્રાથમિક શાળા મા બી.એડ્. તાલીમાર્થીઓની ભરતી પર પૂર્ણવિરામ મુકાયુ, ડોનેશન આપી ને શિક્ષક થવાય એમ પણ નોહતુ અને થવુ પણ નોહતુ .... નવા માર્ગ ની શોધખોળ મા એમ.એડ્ થવાનુ સુજ્યુ. ગુજરાત મા એમ.એડ્. કોલેજો આમય ઓછી અને જે છે તે પરવડે એમ નોહતી. અન્ય રાજ્યમા વિચાર્યુ ત્યા પણ છેતરાવાની ચિંતા અને ડોનેશન વધુ હતુ, પ્રકાશભાઈ પટેલ  નામના પરોપકારી મિત્ર એ રસ્તો સુજવ્યો દલાલો પાસે જશો તો 1લાખ અને રુબરુ જાવ તો લગભગ ફ્રી એડમિશન પણ પ્રવેશ બહુ તકલીફે મળે. બોલો જવુ છે? બસ ચાલી નિકળ્યા જગદીશભાઈ જનાલી વારા ને બન્ને રેલવે ના જનરલ કોચમા દબાતા-ચગદાતા દિલ્હી વાયા અંબાલા થઈ ચંદીગઢ... પંજાબ યુનિવર્સિટી ના સેક્ટર 14 મા... ના પૂરી હિન્દી આવડે અને અંગ્રેજી ને તો બહુ દૂરનુય સગુ નહી . પ્રવેશ પ્રક્રિયા ખૂબ જટીલ, હવે! , પણ કહેવાય છે કે જો તમે થોડાક ચાલો તો ભગવાન સામે આવીને તમને મદદ કરે જ છે અને અહી પણ ભગવાનના દૂત રૂપી જગદીપ નામનો એક યુવાન સામેથી મળ્યો.

એક માનવને આમ તો બીજુ શુ જોઈએ એક માનવ સિવાય. પંજાબી ભાષા સાંભળવી ગમે પણ સમજવી મુશ્કેલ. અમે હિન્દીમા પૂછ્યુ M.ED. કા એડમિશન કહા મીલતા હૈ,જેને પૂછ્યુ તે આ જગદીપ.  જગદીપે અમારા B.ED. ના ગુણ જોઈ કહ્યુ 'આપકો તો બહોત આસાનીસે એડમિશન મીલ જાયેગા..' અને એના પછી તે પોતાનુ કામ છોડી અમને ફોર્મ લઈ આપવા અને તેના પછી અમારી હિન્દી અને અંગ્રેજી ને જાણી ત્યાના વિદ્યાર્થી સંગઠન સોપુ( સ્ટુડન્ટ ઓર્ગેનાઇઝેશન ઓફ પંજાબ યુનિવર્સિટી) નો સંપર્ક કરી જો એ એડમિશન કરી આપે તો અમારો વોટ તેમને આપવા ખાતરી તેને જાતે આપી .એડમિશન માટે સમય જાય એમ હતો તો ધર્મશાળા મા રહેવાની સગવડ અને ચંદીગઢ જેવા મોઘા શહેર મા પરવડે તેવી જગ્યા શોધી આપી વરી તે પણ અમારી સાથે જ રહ્યો અને તે પણ પોતાના જ પૈસે ,તેનુ વતન પંજાબ ના હોશિયારપુર જિલ્લા મા હતુ તે બહુ દૂર હતુ માટે અમને ત્યા લઈ જવા લગાવવા મા સમય વધારે જાય માટે જ ધર્મશાળામા રાખ્યા.. એડમિશન મા બે દિવસ થયા ત્યા સુધી તે અમારી સાથે જ રહ્યો .. અમે ગુજરાત માટે નિકળ્યા ત્યારે અમને ખબર પડી કે તેનુ એડમિશન તો પહેલા દિવસે જ થઈ ગયેલુ ફક્ત અમે ક્યાંય અટવાઈ ન જોઈએ તે માટે તે અમારી સાથે રોકાયો હતો. અમને મદદ કરનારને પણ અમે શક ની નજરે જોતા હતા કેમ કે અમે કોઈ ના માટે ક્યાં આવો નિસ્વાર્થ ભોગ આપ્યો હતો?

જ્યારે M.ED ના વર્ગ શરૂ થયા ત્યારે અંગ્રેજી અને પંજાબી માધ્યમ મા શિક્ષણ અપાતુ જે બંને અમારા માટે અઘરા હતા ત્યારે ગુજરાત ના ઘણા મિત્રો અભ્યાસ છોડી જઈ રહ્યા હતા તે સમયે પણ આ જગદીપે જ અમારી અંદર આશાનો દીપ જગાડી રાખી ટ્રાન્સલેટર ની ભૂમિકા ભજવી આમ તો પૂરૂ વર્ષ અભ્યાસ, ત્યાના વિવિધ સ્થળો , વ્યક્તિઓ, બગીચા  વગેરે માટે એક પથ પ્રદર્શક રહ્યો , સાચે જ જગદીપ અમારા માટે તો જીવનનો દીપ રહ્યો છે


સામાજિક પરિવર્તન ની દિશા અને દશા

 સામાજિક પરિવર્તન માટે પ્રત્યેક વ્યક્તિ પ્રત્યેક નાગરિક ચાહે વિદ્યાર્થી હોય શિક્ષક હોય નેતા હોય બેકાળ હોય કે કોઈપણ હોય દરેકને સામાજિક પરિવર્...