Friday, 26 February 2021

જગદીપ મારો જિવન દીપ

 સફળતા નો પથ ક્યારેય એકલાથી નથી ખેડાતો, સાથી કે સહયાત્રી ની જરૂર પડે જ છે. ગરીબ તો નહોતો પણ વિશ્વાસ થી જરૂર કહી શકુ કે ધનવાન પણ નહોતો, પૈસાની બાબત મા. બી.એડ્.અડધુ થયુ અને પ્રાથમિક શાળા મા બી.એડ્. તાલીમાર્થીઓની ભરતી પર પૂર્ણવિરામ મુકાયુ, ડોનેશન આપી ને શિક્ષક થવાય એમ પણ નોહતુ અને થવુ પણ નોહતુ .... નવા માર્ગ ની શોધખોળ મા એમ.એડ્ થવાનુ સુજ્યુ. ગુજરાત મા એમ.એડ્. કોલેજો આમય ઓછી અને જે છે તે પરવડે એમ નોહતી. અન્ય રાજ્યમા વિચાર્યુ ત્યા પણ છેતરાવાની ચિંતા અને ડોનેશન વધુ હતુ, પ્રકાશભાઈ પટેલ  નામના પરોપકારી મિત્ર એ રસ્તો સુજવ્યો દલાલો પાસે જશો તો 1લાખ અને રુબરુ જાવ તો લગભગ ફ્રી એડમિશન પણ પ્રવેશ બહુ તકલીફે મળે. બોલો જવુ છે? બસ ચાલી નિકળ્યા જગદીશભાઈ જનાલી વારા ને બન્ને રેલવે ના જનરલ કોચમા દબાતા-ચગદાતા દિલ્હી વાયા અંબાલા થઈ ચંદીગઢ... પંજાબ યુનિવર્સિટી ના સેક્ટર 14 મા... ના પૂરી હિન્દી આવડે અને અંગ્રેજી ને તો બહુ દૂરનુય સગુ નહી . પ્રવેશ પ્રક્રિયા ખૂબ જટીલ, હવે! , પણ કહેવાય છે કે જો તમે થોડાક ચાલો તો ભગવાન સામે આવીને તમને મદદ કરે જ છે અને અહી પણ ભગવાનના દૂત રૂપી જગદીપ નામનો એક યુવાન સામેથી મળ્યો.

એક માનવને આમ તો બીજુ શુ જોઈએ એક માનવ સિવાય. પંજાબી ભાષા સાંભળવી ગમે પણ સમજવી મુશ્કેલ. અમે હિન્દીમા પૂછ્યુ M.ED. કા એડમિશન કહા મીલતા હૈ,જેને પૂછ્યુ તે આ જગદીપ.  જગદીપે અમારા B.ED. ના ગુણ જોઈ કહ્યુ 'આપકો તો બહોત આસાનીસે એડમિશન મીલ જાયેગા..' અને એના પછી તે પોતાનુ કામ છોડી અમને ફોર્મ લઈ આપવા અને તેના પછી અમારી હિન્દી અને અંગ્રેજી ને જાણી ત્યાના વિદ્યાર્થી સંગઠન સોપુ( સ્ટુડન્ટ ઓર્ગેનાઇઝેશન ઓફ પંજાબ યુનિવર્સિટી) નો સંપર્ક કરી જો એ એડમિશન કરી આપે તો અમારો વોટ તેમને આપવા ખાતરી તેને જાતે આપી .એડમિશન માટે સમય જાય એમ હતો તો ધર્મશાળા મા રહેવાની સગવડ અને ચંદીગઢ જેવા મોઘા શહેર મા પરવડે તેવી જગ્યા શોધી આપી વરી તે પણ અમારી સાથે જ રહ્યો અને તે પણ પોતાના જ પૈસે ,તેનુ વતન પંજાબ ના હોશિયારપુર જિલ્લા મા હતુ તે બહુ દૂર હતુ માટે અમને ત્યા લઈ જવા લગાવવા મા સમય વધારે જાય માટે જ ધર્મશાળામા રાખ્યા.. એડમિશન મા બે દિવસ થયા ત્યા સુધી તે અમારી સાથે જ રહ્યો .. અમે ગુજરાત માટે નિકળ્યા ત્યારે અમને ખબર પડી કે તેનુ એડમિશન તો પહેલા દિવસે જ થઈ ગયેલુ ફક્ત અમે ક્યાંય અટવાઈ ન જોઈએ તે માટે તે અમારી સાથે રોકાયો હતો. અમને મદદ કરનારને પણ અમે શક ની નજરે જોતા હતા કેમ કે અમે કોઈ ના માટે ક્યાં આવો નિસ્વાર્થ ભોગ આપ્યો હતો?

જ્યારે M.ED ના વર્ગ શરૂ થયા ત્યારે અંગ્રેજી અને પંજાબી માધ્યમ મા શિક્ષણ અપાતુ જે બંને અમારા માટે અઘરા હતા ત્યારે ગુજરાત ના ઘણા મિત્રો અભ્યાસ છોડી જઈ રહ્યા હતા તે સમયે પણ આ જગદીપે જ અમારી અંદર આશાનો દીપ જગાડી રાખી ટ્રાન્સલેટર ની ભૂમિકા ભજવી આમ તો પૂરૂ વર્ષ અભ્યાસ, ત્યાના વિવિધ સ્થળો , વ્યક્તિઓ, બગીચા  વગેરે માટે એક પથ પ્રદર્શક રહ્યો , સાચે જ જગદીપ અમારા માટે તો જીવનનો દીપ રહ્યો છે


સામાજિક પરિવર્તન ની દિશા અને દશા

 સામાજિક પરિવર્તન માટે પ્રત્યેક વ્યક્તિ પ્રત્યેક નાગરિક ચાહે વિદ્યાર્થી હોય શિક્ષક હોય નેતા હોય બેકાળ હોય કે કોઈપણ હોય દરેકને સામાજિક પરિવર્...